તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૪ની ગુલાબી સાંજે ૫ વાગે એક સુંદર કાર્યક્રમ યોજાયો. જે GMDC ગ્રાઉન્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેરનાં આંગણે ઓથર્સ કોર્નરમાં રાખવામાં આવેલો હતો. કર્મા ફાઉન્ડેશનના અમદાવાદ બુક ક્લબ તરફથી યોજાયેલા આ કાર્યક્રમને આવનાર પ્રેક્ષકોની જોડે પુસ્તકોની સુવાસ સાથે પણ ઘણાં લોકોએ માણેલો. ગુજરાતી બુક ક્લબના પ્રમુખ નૃતિ શાહ સાથે તેમના પ્રકાશિત થયેલ બે પુસ્તકો ઉપરની ચર્ચા અને પ્રશ્નોતરી કરવા માટે ગુજરાતી બુક ક્લબના ઉપપ્રમુખ નિરાલી પટેલે મોડરેટર તરીકે ફરજ બજાવી હતી. માઇક્રોફિક્શન કોને કહેવાય, કેવી રીતે લખાયથી લઈને તેનો અંત કેવો હોવો જોઈએ એ સઘળી વાતો દરેક શ્રોતા માટે રસપ્રદ સાબિત થઈ. તે સાથે ઉદાહરણ રૂપે ચાર પાંચ વાર્તા પણ નૃતિબહેને પોતાના અવાજમાં પોતાના પુસ્તકમાંથી વાંચી સંભળાવી. એ સાથે નિરાલી બહેને પણ ઓન ધ સ્પોટ વાર્તા લખી સંભળાવી અને દર્શકોને આજુબાજુના માહોલમાંથી કેવી રીતે રચના લખાય એવો વિચાર પણ આપ્યો. એ સાથે નૃતિ બહેને પોતાના લખેલ ગીતોની બે પંક્તિ પણ સંભળાવી. તે ઉપરાંત તેઓ સમાજ માટે પોઝિટિવ અને સંદેશ આપતી વાર્તાઓ લખે છે તેવું પણ ઉમેર્યું. આવનાર પ્રોજેક્ટ વિશે પૂછતાં જણાવ્યું કે તેઓ હાલ ત્રીજી બુક લખી રહ્યા છે જેમાં તેઓ એક લાઈનની, બે લાઈનની એમ કરતાં બસો લાઈનની માઇક્રોફિક્શન લખીને બુક બનાવશે, જે એક અનેરો પ્રયત્ન સાબિત થશે. અંતમાં પ્રેક્ષકગણના સવાલ જવાબો સાથે છેલ્લે સૌને વધુ પુસ્તકો ખરીદે અને વાંચેના પ્રયોજન સાથે આભારવિધિ કરી