સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશન અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા 350 વર્ષ બાદ પ્રથમવાર જૈન મુનિ દ્વારા અષ્ટાવધાન થશે. મુનિ પદ્મપ્રભચંદ્રસાગરજી મ.સા. દ્વારા અષ્ટાવધાનનો કાર્યક્રમ ગોરેગાંવ, જવાહરનગર ખાતે 3 માર્ચના સવારે 9 કલાકે યોજાશે. મુનિ પદ્મપ્રભચંદ્રસાગરજી મ.સા. પોતાના મનની અને આત્માની અગાધ અને અપૂર્વ શક્તિનો પરિચય આ અષ્ટાવધાન પ્રયોગમાં આપશે. અવધાન એ આર્ય સંસ્કૃતિએ દુનિયાને આપેલી ભેટ છે.
અવધાન એટલે ધારણા શક્તિનો વિશિષ્ટ વિકાસ. જૈન ધર્મના પાંચ જ્ઞાન પૈકી મતિજ્ઞાનના વિશ્વમાં પાંચ ઈન્દ્રિયો અને તેમની ધારણાનો વિષય આવે છે. આ અવધાનમાં જોડાવા માટે ગોરેગાંવ, જવાહરનગર જૈન સંઘ શ્વે.મૂ.પૂ. સંઘ, આરાધના ભવન, ગોરેગાંવ (વેસ્ટ) કાંદિવલી મુંબઈ ખાતે સંપર્ક કરી પાસ મેળવી શકાશે.