એક સંગીતમય સાંજ ઊજવો કૃષ્ણ અને હાર્દિક દવેને નામ, પ્રફુલ્લ દવેના પુત્રનું મુંબઈમાં પદાર્પણ ગુજરાતી લોક ગાયક હાર્દિક દવે અને તેમનું બૅન્ડ 'ઇકતરા સિંફની' આજે 9 નવેમ્બર 2024, શનિવારના રોજ સાંજે 7.30 કલાકે NMACCમાં આવેલ ગ્રાન્ડ થિએટર ખાતે શો ‘શ્યામ બાય હાર્દિક દવે’ નામના ક્રિએટિવ શો માટે આવી રહ્યા છે. આ શો જેમાં આપણે જેને કૃષ્ણ, કાન્હા, માધવ, મૂરલીધર, ગોવિંદ, દ્વારકાધીશ અથવા શ્યામ વગેરે નામ સાથે ઓળખીએ છીએ તે બાંસુરીવાળાનું રહસ્ય અને ભાવના રજૂ કરવામાં આવનાર છે.
લોકગાયક હાર્દિક દવેની લોક-શૈલીની રજૂઆત તમને તેની અદભુત યાત્રાનો સંગીતનાત્મક અનુભવ કરાવશે એમાં કોઈ બેમત નથી. હાર્દિક અને તેમનનું પ્રતિભાશાળી મ્યુઝીક બેન્ડ ‘ઇકતરા’ સાથે આ અદભુત સાંજનો અનુભવ કરવા જેવો છે. ગોકુળમાં જન્મથી લઈને વૃંદાવનમાં તેમની મસ્તી સુધીનો આનંદ આ શોમાં બતાવાશે. કૃષ્ણના બાળપણથી લઈને ભગવદ ગીતામાં તેમના ઊંડા જ્ઞાનથી લઈ વૈકુંઠમાં તેમના પુનઃ અવતાર સુધીની કથા આ શોમાં બતાવાશે. એમ કહી શકાય કે આ શો પ્રાચીન ભારતીય સંગીત પરંપરાને જીવંત કરશે. એક સંગીતકાર પરિવારમાં જન્મેલા હાર્દિક દવેનું આ શો દ્વારા સંગીત વિશ્વમાં ડેબ્યુ છે. પિતા પ્રફુલભાઈ દવે અને માતા ભારતીબેન કુંચાલાની આંગળી પકડી તેમણે સંગીતમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, તે પછી પોતાની ઓળખ બનાવીને એક પ્રિય ગાયક બન્યા છે. હિટ સોન્ગ 'ખમ્મા વીરાને' લોકપ્રિય બન્યું છે. જ્યાં તેમની બહેન અને ગાયક ઈશાની દવેએ પણ તેમની સાથે સુર પુરાવ્યો છે. (તસવીર -https://nmacc.com)