તાજેતરમાં જ વન્ડરશેફ નામની એક પ્રીમિયમ કિચન પ્રોડક્ટ્સ કંપનીએ 'શેફ મેજિક' નામની અત્યાધુનિક પ્રોડક્ટ બહાર પાડી છે. આ એક કિચન રોબોટ છે જે તમને રસોઈ બનાવી આપે છે. આ મશીનમાં 200થી વધુ વાનગીઓ પ્રી-લોડેડ કરવામાં આવી છે. આ મશીનમાં સ્માર્ટફોન જેવી ટચસ્ક્રીનનો ઉપયોગ કરી શકાય ક હે. તમારે ફક્ત સ્ક્રીન પર રેસીપી પસંદ કરવાની છે, પછી મશીન તમને જણાવશે કે કઈ સામગ્રી ઉમેરવાની છે. તે ઘટકોનું વજન કરશે અને પછી તે બધી પ્રક્રિયાઓ જેમ કે મિક્સિંગ, કટીંગ, બોઇલિંગ, રોસ્ટિંગ, બ્લેન્ડિંગ વગેરે જાતે કરી આપશે.
તેના સ્થાપક અને સીઈઓ રવિ સક્સેનાએ જણાવ્યું હતું કે, 'અમે શેફ મેજિકથી 3 વર્ષમાં રૂ. 200 કરોડના વેચાણનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પ્રોડક્ટ વિદેશી બજારોમાં પણ વેચવામાં આવશે. અમેરિકા માટે અલગ-અલગ વોલ્ટેજ મશીન પણ બનાવવામાં આવ્યા છે અમે તેને જૂનથી વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ કરાવીશું.'
શેફ સંજીવ કપૂર દ્વારા શેફ મેજિકમાં 200થી વધુ ભારતીય અને વિદેશી વાનગીઓની રજૂ કરવામાં આવી છે. આ મશીનમાં લોકપ્રિય ભારતીય ડિશથી લઈને વેગન, જૈન, કોન્ટિનેંટલ, થાઈ, ચાઈનીઝ, ઈટાલિયન, મેક્સીકન અને અન્ય વૈદિક વાનગીઓ આવરી લેવામાં આવી છે. શેફ સંજીવ કપૂરે જણાવે છે કે, 'ભારતીય લોકો સ્થૂળતા, હૃદયની સમસ્યાઓ અને ડાયાબિટીસ જેવી જીવનશૈલીની બિમારીઓથી પીડિત છે. આજકાલ યુવાનો બહારના ખોરાકનું વધુ સેવન કરવા લાગ્યા છે. બહારના ખોરાકનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી.'
શેફ સંજીવ કપૂરે મેજિકને માત્ર બનાવ્યું જ નથી પણ, રસોઈને રસપ્રદ પણ બનાવી છે જેથી કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગીનો ખોરાક ઘરે સરળતાથી બનાવી શકે.' શેફ મેજિકની મોબાઈલ ઍપ પણ છે જેના દ્વારા મશીનને રિમોટલી કંટ્રોલ કરી શકાય છે. રેસીપી પસંદ કરી શકાય છે આ મશીનમાં રેસિપી સેવ પણ કરી શકાય છે.