ભવન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત લેખિનીના શતાંકના લોકાર્પણ પ્રસંગે અનોખા સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકાર્પણ કનુભાઈ સૂચક તેમજ ડૉ. સુશીલા સૂચકના હસ્તે તથા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સ્નેહલ મુઝુમદાર જેઓ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ પણ છે. આ કાર્યક્રમમાં જમનાબાઈ નરસી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા લોકગીતોની રમઝટ બોલાવવામાં આવશે, સાથે જ હેમા આશિત દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સાહિત્યિક અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય લેખિનીની બહેનો દ્વારા નૃત્યની પ્રસ્તુતિનો પણ કાર્યક્રમ છે. આ સમગ્ર કાર્યક્રમ 26 ઑક્ટોબર 2024ના રોજ સાંજે 6.30 કલાકે રાખવામાં આવેલ છે.
સ્થળ: એસ.પી.જૈન ઑડિટોરિયમ, ભવન્સ કલ્ચરલ સેન્ટર, ભવન્સ કેમ્પસ, અંધેરી (વેસ્ટ), મુંબઈ.