
કલાગુર્જરી, વિલેપાર્લે સંસ્થા દ્વારા તાજેતરમાં જ બાળકો માટેની ચિત્ર સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અનેક શાળાઓમાંથી બાળકોએ ભાગ લીધો હતો. બાળકો સાથે તેમનાં માતા-પિતાની પણ હાજરી રહી. સ્પર્ધક બાળકોએ તેમની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને કાગળ અને પીંછી વડે અદ્ભુત કલા રજૂ કરી. આ સમગ્ર આયોજન સંસ્થાનાની 'બાલ વિભાગ'ની સમિતિને જહેમત ઉઠાવી હતી. સ્પર્ધામાં દિવ્યાંગ બાળકો સહિત કુલ ૧૦૫ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં કુલ બાર ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત ચિત્ર સાત વર્ષની ધિયાના દોશીનું છે. જેણે 'મારો પરિવાર' આ વિષય પર સુંદર ચિત્ર રજૂ કરી બેસ્ટ ઈનામ મેળવ્યું હતું.
સ્પર્ધા દરમિયાન સમિતિ પ્રમુખ નિરંજનાબહેન, સંસ્થા પ્રમુખ હેમાંગ જાંગલા, તેમ જ અન્ય સભ્ય ગોપાલભાઈ, મેધાબહેન, રૂપલબહેન અને સર્વ સમિતિ ધ્યક્ષ અમૃત માલદે, ફાલ્ગુનીબહેન, પ્રણવભાઈ સર્વેએ મહેનત કરી. આ સ્પર્ધામાં કવિ પ્રદીપજીનાં દીકરી મિતુલ પ્રદીપ નિર્ણાયક તરીકે હાજર રહ્યાં હતાં.
બાળકોને નાસ્તો તેમજ બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. લીનાબહેન, સાઈનાથ અને સંતોષ તેમ જ ચંદા, સંધ્યાબહેન અને હંસાબહેન દ્વારા પણ મદદ કરાઇ હતી.