કાંદિવલી રીક્રીએશન ક્લબ સમયાંતરે સાંસ્કૃતિક-સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આજના સમયમાં સુગમ સંગીતનું ચલણ ઓછું થઈ રહ્યું છે ત્યારે ક્લબ દ્વારા `પાંદડું લીલું ને રંગ રાતો' શીર્ષક હેઠળ એક કાર્યક્રમનું આયોજન રવિવાર ૪ જાન્યુઆરીએ સાંજે ૬.૩૦ વાગ્યે કાંદિવલી રીક્રીએશન ક્લબ ગ્રાઉન્ડ, કાંદિવલી (પશ્ચિમ) ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદાર, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ વગેરે નામાંકિત સ્વરકારોએ સ્વરબદ્ધ કરેલા ગુજરાતી ગીતોની પ્રસ્તુતિ નિશા કાપડિયા, આલાપ દેસાઈ અને રાઘવ દવે કરશે.
વાદ્યસંગતમાં પ્રતીક શાહ, વિજય ધુમાલ, દેવેન પંડ્યા અને શશાંક આચાર્ય જોડાશે. સંચાલન કવિ મુકેશ જોશીનું અને સંકલન હિતેન આનંદપરાનું છે. ક્લબ વતી પ્રમુખ સંજય શાહ, સચિવ ગૌતમ આચાર્ય, મનોરંજન સમિતિના કન્વીનર ભાવેશ મહેતા અને ભૂપેશ શિરોદરિયા આયોજિત કાર્યક્રમમાં પ્રવેશ માટે આ નંબર પર સંપર્ક કરવોઃ 2861 7393/ 2863 2267/ 98927 95625


