ICC વર્લ્ડ કપ 2023માં ભારત અને ઈંગ્લેન્ડ 29 ઓક્ટોબરે લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે સામસામે ટકરાશે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ મેચ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓએ કહું કે, "સૌ પ્રથમ, હું ભારતીય ક્રિકેટ ટીમ અને તમામ ક્રિકેટ ચાહકોને અભિનંદન આપવા માંગુ છું. હું ઈચ્છું છું અને પ્રાર્થના કરું છું કે આપણો દેશ ફરીથી વર્લ્ડ કપ જીતે. તે (રવીન્દ્ર જાડેજા) જે સ્થિતિમાં બેટિંગ માટે આવે છે તે દબાણની સ્થિતિ છે. તેને આવી પરિસ્થિતિઓનો અનુભવ છે."














