મહારાષ્ટ્રમાં અને તેમાં ય ખાસ કરીને મુંબઈમાં ગણેશોત્સવનો માહોલ કંઇક અલગ જ હોય છે. વિશાળતા આ તહેવારની ઓળખ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં યુક્તા મહેતા, ધાર્મકિ પરમાર અને ચિરંતના ભટ્ટ આ ઉત્સવ સાથે જોડાયેલી પોતાની યાદો વહેંચે છે. એટલું જ નહીં પણ સમયાંતરે આ તહેવાર જે મૂળ તો અંગ્રેજો સામે સામુદાયિક શક્તિ બતાડવા શરૂ કરાયો હતો તે આજે અંદરોઅંદર સ્પર્ધાનું કારણ બની ગયો છે ત્યારે ભક્તિનું રૂપ ઝાંખું પડે છેનો વિચાર પણ અહીં ચર્ચાયો. મોદકનો પ્રસાદ તો મીઠો પણ વીઆઇપી કલ્ચરને કારણે કલાકો લાંબી કતારોમાં ઉભા રહેનારાઓના નિસાસા કોની ભક્તિમાં અવરોધ બનશે એ પણ વિચારવું રહ્યું. આ એપિસોડમાં અમે ગણેશોત્સવના ઇતિહાસથી લઈને તેના બદલાયેલા વર્તમાન સ્વરૂપ સુધીની વાત કરીએ છીએ. સાથે જ યાદ કરીએ છીએ એ મુંબઈને, જ્યાં બાળકો માટે ગણપતિ એટલે સોસાયટીના મંડપમાં રમવું, આરતી પછી મળતો પ્રસાદ, પડોશીઓ સાથેની મસ્તી અને નજીકના ગણપતિનાં દર્શન. આજનાં મુંબઈનાં બાળકો માટે કદાચ ગણેશોત્સવની સ્મૃતિ ટ્રાફિક, લાઉડસ્પીકર, રીલ્સ, સેલિબ્રિટી મંડળો અને લાંબી દર્શન-કતારો સાથે જોડાયેલી હશે. શું દરેક પેઢી પોતાનો અલગ ગણેશોત્સવ યાદ રાખે છે? અને ઉત્સવને સતત વધુ મોટો બનાવવાની દોડમાં આપણે તેની સાદગી, આત્મીયતા અને સામૂહિકતાનો આનંદ ગુમાવી રહ્યા છીએ? વળી ગુરુગ્રામમાં બાઈકર છોકરીનો પીછો કરીને તેને ટક્કર માનારા કાર ચાલકના વહેવારને પગલે આપણા દેશની પિતૃસત્તાક માનસિકતા પર પણ આ એપિસોડમાં ચર્ચા કરી. સ્ત્રીઓની સ્વતંત્રતા સામે પુરુષોનો અહમ નબળો પડે ત્યારે તે રોષમાં ફેરવાય છે અને પછી અંતે બદલાની ભાવનામાં પણ. આ કેટલું અયોગ્ય છે અને કેવી રીતે પુરુષોના મનમાં પળાતો સ્ત્રીઓ પ્રત્યેનો આ માલિકીભાવ બદલાઇ શકે તે અંગે પણ વાત કરી. ભક્તિમાં શક્તિ હોય, લાગણી હોય પણ સ્પર્ધા ન હોય અને તે જ રીતે સ્ત્રીઓની ગરિમા ન જાળવીને પોતાના અહમને પોષનારા પુરુષોની સામે શક્તિ જ દેખાડવી પડશે કે શું જેવા સવાલો પર આ ચર્ચાનો અંત આવ્યો.
18 Sep, 2026 6:22 PM IST
05 Jun, 2026 9:52 PM IST
ગેરકાયદેસર દબાણો દૂર થાય તો એ સારું કહેવાય કે ખોટું? પણ રેલ્વેએ હજાર વાર સૂચના આપ્યા છતાં બાન્દ્રા ઇસ્ટમાં રહેનારાઓએ રેલ્વેની જગ્યા ખાલી ન કરી તે બરાબર કહેવાય? રાજકારણમાં નાટક કરવા કેટલા જરૂરી છે? એને નાટક ન કહેવાય દોસ્ત, વાયરલ નેતા એટલે એની પૉપ્યુલારિટી પણ મોટી. કોક્રોચ જનતા પાર્ટી, આર્મચેર એક્ટિવિઝમ, બદલાયેલા સમયમાં પત્રકારત્વમાં આવતા પડકારો અને એવી કેટલીક વાતો ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને હેત્વી કારિયા છેડશે. આ સંવાદમાં કેટલીક હળવી ક્ષણો છે તો કેટલાક ગંભીર મુદ્દા પણ છે. લોકોને બેઘર કરવા જોઇએ? આપણા દેશમાં બાંગ્લાદેશીઓ ઘુસ્યા હોય તો આપણે શું કરવાનું? વાયરલ ટ્રેન્ડને ગંભીરતાથી લેવા જોઇએ જેવી વાતો પર અલગ અલગ જનરેશનના અવાજો સાંભળવા હોય તો સાંભળો આ એપિસોડ.
05 Jun, 2026 9:52 PM IST
ઈંધણના આસમાને આંબતા ભાવ, ખાલીખમ નળ અને સતત વધતું તાપમાન—સામાન્ય નાગરિક પર આર્થિક અને માનસિક બોજ ક્યારેય આટલો અસહ્ય નથી રહ્યો. ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા આપણી આસપાસ દિનપ્રતિદિન વધી રહેલી આર્થિક અને પર્યાવરણીય કટોકટીનું એક વિગતવાર અને સચોટ વિશ્લેષણ કરશે. અમે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો પર ઊંડી ચર્ચા કરીશું, જે મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી રહ્યા છે. સાથે જ, વિવિધ ક્ષેત્રોમાં પગાર ન વધવાની કડવી વાસ્તવિકતા વિશે પણ વાત કરીશું. જ્યારે આવક સ્થિર છે, ત્યારે રોજબરોજનો ખર્ચ કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે? ત્યારબાદ, આપણું ધ્યાન શહેરોની બે ગંભીર કટોકટી તરફ દોરીશું: શહેરોમાં આગની ઘટનાઓમાં થઈ રહેલો ચિંતાજનક વધારો. ઉનાળાની શરૂઆત સાથે જ ઘેરાતું ભયાનક જળ સંકટ.
05 Jun, 2026 4:09 PM IST
ડેટિંગ એપનો ઉપયોગ કરીને કોઇને ખરેખર સારો પાર્ટનર મળે ખરો? બધી ડેટિંગ એપ વિશ્વાસપાત્ર હોય છે? ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયાએ આ બિંધાસ્ત વિષય પર ચર્ચા માંડી અને કેટલીક રસપ્રદ હકીકતો જાણવા મળી. જેન ઝી ડેટિંગ એપ્સ વિશે માનવું છે કે જેવા સંજોગો હોય તેના આધારે ડેટિંગ એપ સારી કે ખરાબ હોય એમ બને. ત્વિશા શર્મા કેસની વાત પણ આ પૉડકાસ્ટમાં છેડાઈ. કેઝ્યુઅલ સંબંધો માટે ડેટિંગ એપ્સ વાપરનારાની સંખ્યા મોટી હોય ત્યારે સિરિયસ સબંધો માટે ડેટિંગ એપ પર આધાર રાખવો કેટલો જોખમી? સાંભળો આ મોકળી વાતચીત જેમાં સમજાશે નવી પેઢીના પ્રેમ અંગેના વિચારો અને તેમને ડેટિંગ કરવાનું ખરેખર કેટલું ગમે છે?
ADVERTISEMENT