Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > પોડકાસ્ટ > રામાયણ: રામાનંદ સાગરના ક્લાસિક યુગથી લઈને રણબીર કપૂરની નવી સિનેમેટિક સફર સુધી!

Hoon, Baavo Ane Mangaldas

રામાયણ: રામાનંદ સાગરના ક્લાસિક યુગથી લઈને રણબીર કપૂરની નવી સિનેમેટિક સફર સુધી!
રામાયણ: રામાનંદ સાગરના ક્લાસિક યુગથી લઈને રણબીર કપૂરની નવી સિનેમેટિક સફર સુધી!
રામાયણ: રામાનંદ સાગરના ક્લાસિક યુગથી લઈને રણબીર કપૂરની નવી સિનેમેટિક સફર સુધી!

શું રામાનંદ સાગરની ક્લાસિક `રામાયણ`નો એ જાદુ રણબીર કપૂર અને યશની આધુનિક હાઇ-ટેક ફિલ્મ ફરી સર્જી શકશે? `હું બાવો ને મંગળદાસ`ના આ એપિસોડમાં અમે  બાળપણની યાદો અને દાદા-દાદીની વાતોથી જોડાયેલી આ મહાકાવ્ય ગાથાની ટેલિવિઝનથી લઈને આજના ભવ્ય વિઝ્યુઅલ ગ્રેન્ડર અને અત્યાધુનિક વીએફએક્સ (VFX) સુધીની સિનેમેટિક સફર પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ અરુણ ગોવિલ દ્વારા અમર બનેલા રામના પાત્રના અવિસ્મરણીય વારસા, ભારતભરમાં પ્રચલિત રામાયણના વિવિધ સંસ્કરણો અને અલગ-અલગ દ્રષ્ટિકોણને આવરી લેવામાં આવ્યા છે, તેમજ મનપસંદ પાત્રોના માધ્યમથી આ મહાકાવ્યના જીવન જીવવાના શાશ્વત મૂલ્યો પર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યો છે. હું બાવો અને મંગળદાસ Watch the full video podcast live on YouTube now!  

13 Nov, 2026 2:15 PM IST

અન્ય એપિસોડ્સ

બાન્દ્રા ગરીબ નગર ડિમોલિશન, કોક્રોચ જનતા પાર્ટી અને ડિજિટલ અને પ્રિન્ટ પત્રકારત્વના પડકારો

05 Jun, 2026 9:52 PM IST

Ep. 1: બાન્દ્રા ગરીબ નગર ડિમોલિશન, કોક્રોચ જનતા પાર્ટી અને ડિજિટલ અને પ્રિન્ટ પત્રકારત્વના પડકારો

ગેરકાયદેસર દબાણો દૂર થાય તો એ સારું કહેવાય કે ખોટું? પણ રેલ્વેએ હજાર વાર સૂચના આપ્યા છતાં બાન્દ્રા ઇસ્ટમાં રહેનારાઓએ રેલ્વેની જગ્યા ખાલી ન કરી તે બરાબર કહેવાય? રાજકારણમાં નાટક કરવા કેટલા જરૂરી છે? એને નાટક ન કહેવાય દોસ્ત, વાયરલ નેતા એટલે એની પૉપ્યુલારિટી પણ મોટી. કોક્રોચ જનતા પાર્ટી, આર્મચેર એક્ટિવિઝમ, બદલાયેલા સમયમાં પત્રકારત્વમાં આવતા પડકારો અને એવી કેટલીક વાતો ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને હેત્વી કારિયા છેડશે.  આ સંવાદમાં કેટલીક હળવી ક્ષણો છે તો કેટલાક ગંભીર મુદ્દા પણ છે. લોકોને બેઘર કરવા જોઇએ? આપણા દેશમાં બાંગ્લાદેશીઓ ઘુસ્યા હોય તો આપણે શું કરવાનું? વાયરલ ટ્રેન્ડને ગંભીરતાથી લેવા જોઇએ જેવી વાતો પર અલગ અલગ જનરેશનના અવાજો સાંભળવા હોય તો સાંભળો આ એપિસોડ. 

પેટ્રોલના વધતા ભાવ, ગંભીર જળ સંકટ અને ગ્લોબલ વોર્મિંગ: 2026માં મુંબઈકર હોવાની કિંમત

05 Jun, 2026 9:52 PM IST

Ep. 2: પેટ્રોલના વધતા ભાવ, ગંભીર જળ સંકટ અને ગ્લોબલ વોર્મિંગ: 2026માં મુંબઈકર હોવાની કિંમત

ઈંધણના આસમાને આંબતા ભાવ, ખાલીખમ નળ અને સતત વધતું તાપમાન—સામાન્ય નાગરિક પર આર્થિક અને માનસિક બોજ ક્યારેય આટલો અસહ્ય નથી રહ્યો. ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા આપણી આસપાસ દિનપ્રતિદિન વધી રહેલી આર્થિક અને પર્યાવરણીય કટોકટીનું એક વિગતવાર અને સચોટ વિશ્લેષણ કરશે. અમે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો પર ઊંડી ચર્ચા કરીશું, જે મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી રહ્યા છે. સાથે જ, વિવિધ ક્ષેત્રોમાં પગાર ન વધવાની કડવી વાસ્તવિકતા વિશે પણ વાત કરીશું. જ્યારે આવક સ્થિર છે, ત્યારે રોજબરોજનો ખર્ચ કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે? ત્યારબાદ, આપણું ધ્યાન શહેરોની બે ગંભીર કટોકટી તરફ દોરીશું: શહેરોમાં આગની ઘટનાઓમાં થઈ રહેલો ચિંતાજનક વધારો. ઉનાળાની શરૂઆત સાથે જ ઘેરાતું ભયાનક જળ સંકટ.

ઓનલાઇન ડેટિંગ મજા છે કે સજા, જાણવા જેવા અનુભવોની વાત

05 Jun, 2026 4:09 PM IST

Ep. 3: ઓનલાઇન ડેટિંગ મજા છે કે સજા, જાણવા જેવા અનુભવોની વાત

ડેટિંગ એપનો ઉપયોગ કરીને કોઇને ખરેખર સારો પાર્ટનર મળે ખરો? બધી ડેટિંગ એપ વિશ્વાસપાત્ર હોય છે? ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયાએ આ બિંધાસ્ત વિષય પર ચર્ચા માંડી અને કેટલીક રસપ્રદ હકીકતો જાણવા મળી. જેન ઝી ડેટિંગ એપ્સ વિશે માનવું છે કે જેવા સંજોગો હોય તેના આધારે ડેટિંગ એપ સારી કે ખરાબ હોય એમ બને. ત્વિશા શર્મા કેસની વાત પણ આ પૉડકાસ્ટમાં છેડાઈ. કેઝ્યુઅલ સંબંધો માટે ડેટિંગ એપ્સ વાપરનારાની સંખ્યા મોટી હોય ત્યારે સિરિયસ સબંધો માટે ડેટિંગ એપ પર આધાર રાખવો કેટલો જોખમી? સાંભળો આ મોકળી વાતચીત જેમાં સમજાશે નવી પેઢીના પ્રેમ અંગેના વિચારો અને તેમને ડેટિંગ કરવાનું ખરેખર કેટલું ગમે છે?


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK