ડિઝની એની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ફૅન્ટસી વર્લ્ડ દર્શાવતી પોતાની પટકથાઓથી જાણીતી ધ વૉલ્ટ ડિઝની કંપનીએ યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં ૩૦ સ્થાનોની યાદી જાહેર કરી છે, જેણે પાછલી સદીમાં તેની ફિલ્મોને ઇન્સ્પાયર કરી છે. આ સ્થાનો અને પ્રોડક્શન્સ દ્વારા બનાવેલા ફોટોગ્રાફ્સની સિરીઝ રજૂ કરવામાં આવી છે, જેથી લોકો વાસ્તવિક વિશ્વની તુલના કરી શકે છે કે ડિઝનીના ફિલ્મનિર્માતાઓ અને ડિઝાઇનરો કેવી રીતે એનો ઉપયોગ કરે છે. ઉદાહરણમાં નૉર્વેજિયન કિલ્લાનો સમાવેશ થાય છે, જેણે ‘ફ્રોઝન’માં કિલ્લાને આંશિક રીતે પ્રેરણા આપી હતી. ધ વૉલ્ટ ડિઝની કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પાંચમાંથી બે (૪૨ ટકા) લોકો અજાણ છે કે ઘણી ડિઝની ફિલ્મો અને પાર્ક વાસ્તવિક દુનિયાનાં સ્થળો પર આધારિત છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જ્યારે લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ભવિષ્યની ડિઝની ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા યુકેનાં કયાં સ્થળો જોવા માગે છે ત્યારે યાદીમાં ટોચ પર લેક ડિસ્ટ્રિક્ટ (૧૪ ટકા), લોચ નેસ (૧૦ ટકા) અને એડિનબર્ગ કૅસલ (૧૦ ટકા) હતા.
24 September, 2023 08:30 IST | Paris | Gujarati Mid-day Online Correspondent