યમન દેશમાં તાજેતરમાં એક રણવિસ્તારમાં સંશોધકો કંઈક શોધી રહ્યા હતા ત્યારે તેમને જમીનમાં મોટું બાકોરું દેખાયું
નરકનો કૂવો
યમન દેશમાં તાજેતરમાં એક રણવિસ્તારમાં સંશોધકો કંઈક શોધી રહ્યા હતા ત્યારે તેમને જમીનમાં મોટું બાકોરું દેખાયું, જેમાં જોતાં અંદર તેમને કંઈક અજુગતું દેખાતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી. તેમણે એને ‘વેલ ઑફ બાહોર્ત’ નામ આપ્યું છે, પરંતુ આપણી ભાષામાં એને આપણે નરકનો કૂવો કહીશું, કારણ કે ૩૬૭ ફુટ ઊંડા અને ૯૮ ફુટ પહોળા એ પાતાળમાંથી તેમને અસંખ્ય સાપ દેખાયા હતા, એટલું જ નહીં, એમાં ઘણાં ઝરણાં પણ હતાં. હવે તો જર્મની અને બીજા કેટલાક દેશોના સંશોધકોએ આ કૂવાને જોવામાં રસ બતાવ્યો છે અને એના આધારે તેઓ યમનનો ઇતિહાસ વધુ ઊંડાણથી જાણવા માગે છે.