Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બેકાબૂ ટ્રક પુલ તોડીને ઝૂલવા માંડી, મહિલા હવામાં એક કલાક સુધી લટકતી રહી

બેકાબૂ ટ્રક પુલ તોડીને ઝૂલવા માંડી, મહિલા હવામાં એક કલાક સુધી લટકતી રહી

21 May, 2024 10:44 AM IST | Frankfort
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના કેન્ટકીમાં લુઇવિલ બ્રિજ પર કારની ટક્કર લાગતાં એક ટ્રક બેકાબૂ બની જતાં પુલ તોડીને બહાર નીકળી ગઈ હતી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


અમેરિકાના કેન્ટકીમાં લુઇવિલ બ્રિજ પર કારની ટક્કર લાગતાં એક ટ્રક બેકાબૂ બની જતાં પુલ તોડીને બહાર નીકળી ગઈ હતી અને નદીની ઉપર ઝૂલવા માંડી હતી. માર્ચમાં થયેલો આ ઍક્સિડન્ટ ટ્રકના ડૅશ કૅમમાં કેદ થઈ ગયો હતો, જેનાં ફુટેજ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયાં હતાં. મહિલા ડ્રાઇવરે પૂરઝડપે જતી ટ્રકના સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવ્યા બાદ અકસ્માત થયો હતો. એ મહિલાનું નસીબ સારું કે ટ્રક નદીમાં ન પડી, પણ જીવ બચાવવા તે એક કલાક સુધી હવામાં લટકેલી રહી હતી. એ માટે મોટું રેસ્ક્યુ મિશન હાથ ધરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2024 10:44 AM IST | Frankfort | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK