અનન્ય નાતાલની ઉજવણીમાં મૂળાની કલા, વિશ્વ-વિક્રમી સાન્તાક્લોઝ અને ચીનનો આઇસ ફેસ્ટિવલનો સમાવેશ થાય છે.
એક્ઝિબિશનમાં મૂળામાંથી બનાવેલી કળાકૃતિઓ મૂકવામાં આવી હતી.
મેક્સિકોના વહાકા શહેરમાં ક્રિસમસનું અનોખું સેલિબ્રેશન જોવા મળ્યું છે. નાતાલની ઉજવણીના ભાગરૂપેઆયોજિત એક એક્ઝિબિશનમાં મૂળામાંથી બનાવેલી કળાકૃતિઓ મૂકવામાં આવી હતી.
આ સૅન્ટા ક્લૉઝે રચ્યો વિશ્વવિક્રમ
ADVERTISEMENT
વિખ્યાત સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે ઓડિશામાં પુરીના દરિયાકિનારે વર્લ્ડ રેકૉર્ડ સરજ્યો છે. તેમણે ૫૫૦ કિલો ચૉકલેટ અને રેતીમાંથી ૧૬,૦૦૦ સ્ક્વેર ફુટના વિસ્તારમાં વિશાળ સૅન્ટા ક્લૉઝ બનાવ્યો છે.
ચીનની સિટી ઑફ આઇસનો ભવ્ય નઝારો
ચીનમાં દર વર્ષે ડિસેમ્બરમાં હેઇલૉન્ગજિઆન્ગ પ્રાંતના હાર્બિનમાં બરફનાં શિલ્પોનો મહોત્સવ યોજાય છે. હાર્બિન આઇસ ઍન્ડ સ્નો વર્લ્ડ ફેસ્ટિવલ નામના આ જલસામાં મોઢામાં આંગળાં નાખી જવાય એવાં બરફનાં જાયન્ટ શિલ્પો બનાવવામાં આવે છે. આ વર્ષે આ ફેસ્ટિવલ ૨૧ ડિસેમ્બરથી શરૂ થયો છે.

