ચિલીમાં લગભગ પંદર વર્ષથી દુકાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે આ સુકી ડૉગીએ લાખો લીટર પાણી વેડફાતું અટકાવ્યું છે.
ડૉગી જમીનમાં ક્યાંય પાઇપ લીકેજ હોય તો શોધી કાઢે છે
ગામમાં ક્યાં ખોદવાથી કૂવામાં સારું પાણી મળી રહેશે એ કહી આપતા પાણીકળવાના નિષ્ણાત લોકો હોય છે. ચિલીના સેન્ટિયેગો શહેરમાં એક ડૉગી છે જે જમીનની અંદરની પાઇપલાઇનમાં ક્યાંય લીકેજ હોય તો ખોળી કાઢે છે. આ ડૉગીનું નામ છે સુકી. તેને છ મહિનાની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી જેના પરથી તે પીવાના પાણીમાં ક્લોરિન અને ફ્લોરાઇડનું પ્રમાણ કેટલું છે એ કળતાં શીખી ગઈ હતી. જોકે સાથે તેની સ્મેલની સેન્સ એટલી સ્ટ્રૉન્ગ છે કે જમીનની અંદર પાણી લીક થતું હોય તો એ ભીનાશની સુગંધ તે પારખી લે છે. ચિલીમાં લગભગ પંદર વર્ષથી દુકાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે આ સુકી ડૉગીએ લાખો લીટર પાણી વેડફાતું અટકાવ્યું છે.

