ઍપલના ફાઉન્ડર સ્ટીવ જૉબ્સ અને વૉઝનિઍકે પહેલાં ઍપ્લિકેશન એન્જિનિયરને ૧૯૭૮માં આ કમ્પ્યુટર ભેટ આપ્યું હતું
લાઇફમસાલા
ઍપલ-1 કમ્પ્યુટર
સ્ટીવ જૉબ્સ અને સ્ટીવ વૉઝનિઍકે બનાવેલું ઍપલ-1 કમ્પ્યુટરની હમણાં લિલામી થઈ હતી અને લગભગ ૨.૬ કરોડ રૂપિયામાં એ વેચાયું. ઍપલના ફાઉન્ડર સ્ટીવ જૉબ્સ અને વૉઝનિઍકે પહેલાં ઍપ્લિકેશન એન્જિનિયરને ૧૯૭૮માં આ કમ્પ્યુટર ભેટ આપ્યું હતું. આટલું જૂનું હોવા છતાં કમ્પ્યુટર રીસ્ટોર્ડ છે અને એમાંના તમામ કમ્પોનન્ટ્સ અસલ છે. આ કમ્પ્યુટર ભૂતપૂર્વ કર્મચારી દાના રેડિંગ્ટન પાસે છે. ઍપલ-1ના નિષ્ણાત કોરે કોહેને આ વર્ષે જૂનમાં રિપેરિંગ કરીને એ ચાલુ કર્યું હતું.