વિશ્વનો સૌથી ઊંચો ઇન્ડોર વૉટરફૉલ ખુલ્લો મુકાયો સિંગાપોર ઍરપોર્ટ પર
હજી થોડા સમય પહેલાં જ સિંગાપોરના ચાંગી ઍરપોર્ટને સતત સાતમા વર્ષે વિશ્વના શ્રેષ્ઠ ઍરપોર્ટનો ખિતાબ મળ્યો છે. અનેક આકર્ષણોથી ભરપૂર આ ઍરપોર્ટમાં વધુ એક નજરાણુ ઉમેરાયું છે. ૧૪ લાખ સ્ક્વેર ફુટમાં પથરાયેલા જ્વેલ ચાંગી ઍરપોર્ટ પર ગઈ કાલે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એવા ઇન્ડોર વૉટરફૉલની શરૂઆત થઈ છે. ડોનટ શેપના ગ્લાસ અને સ્ટીલનું ચાર માળ ઊંચું સ્ટ્રક્ચર બન્યું છે. લગભગ ૧૩૦ ફુટ ઊંચા ડોમની વચ્ચેથી પાણીનો ધોધ વહે છે. આ વરસાદી પાણી છે જેને ફુવારાની નીચે જાયન્ટ ટાંકીમાં સંઘરવામાં આવે છે. આ પાણી પમ્પ દ્વારા ઉપર જાય છે અને ધોધરૂપે નીચે પડે છે.
આ પણ વાંચોઃ પગે જવાબ દઈ દેતાં ભાઈએ ભાંખોડિયાં ભરીને મૅરથૉન પૂરી કરી
ADVERTISEMENT
જ્યારે રેઇનવૉટરનો ભરાવો વધી જાય ત્યારે એ પાણીનો ઉપયોગ ગાર્ડનમાં ઇરિગેશન માટે કરવામાં આવે છે. આ વૉટરફૉલની ફરતે લગભગ ચાર માળમાં ૨,૩૫,૦૦૦ સ્ક્વેર ફુટ એરિયામાં ઇન્ડોર ગાર્ડન અને ટહેલવાનો વિસ્તાર છે. ચાર વર્ષની મહેનત અને લગભગ ૧.૩ બિલ્યન અમેરિકન ડૉલર એટલે કે આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે એ બન્યું છે. જ્વેલ ચાંજી ઍરપોર્ટ વિશ્વનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત ઍરપોર્ટ છે.

