બ્રુશ ઓલ્ડફીલ્ડ દ્વારા ડિઝાઇન કરાયેલો આ ડ્રેસ ડાયનાએ કૉમેડી ફિલ્મ ‘હૉટ શૉટ’ના પ્રીમિયરમાં પહેર્યો હતો
પ્રિન્સેસ ડાયના
૩૦ વર્ષ પહેલાં પ્રિન્સેસ ડાયનાએ પહેરેલા રેડ બૉલ ગાઉનની આવતી હરાજીમાં આશરે ૪ લાખ પાઉન્ડ (અંદાજે ૪.૧૬ કરોડ રૂપિયા)ની બોલી બોલાઈ શકે છે. બ્રુશ ઓલ્ડફીલ્ડ દ્વારા ડિઝાઇન કરાયેલો આ ડ્રેસ ડાયનાએ કૉમેડી ફિલ્મ ‘હૉટ શૉટ’ના પ્રીમિયરમાં પહેર્યો હતો, જે આ મહિને બેવર્લી હિલ્સમાં યોજાનારા જિલિયન ઑક્શનમાં જશે, જ્યાં ખરીદદારો એને માટે હજારો પાઉન્ડ ખર્ચીને આ ઐતિહાસિક ડ્રેસ મેળવી શકશે. આ રેડ બૉલ ગાઉન કમરની નીચેથી ફિટિંગ કરાયો છે. વચ્ચેથી આડો ફોલ્ડ કરાયો છે, જેમાં અંદરની બાજુ બ્રુશ ઓલ્ડફીલ્ડ કસ્ટમ મેડ લંડનનું લેબલ મળી શકે છે. ડાયનાએ ૧૯૯૧માં ‘ઑડિયન’ ફિલ્મના પ્રીમિયરમાં પ્રથમ ડેબ્યુ કર્યું હતું. આ પ્રદર્શન ન્યુબ્રિજ સિલ્વર મ્યુઝિયમ ઑફ સ્ટાઇલ આઇકનમાં પ્રિન્સેસ ડાયનાના નામથી યોજાયું હતું. ડાયનાના અન્ય ડ્રેસ પણ હરાજીમાં આવશે જેવા કે એક ગાલા ડિનરમાં પહેરેલો કેથરિન વૉકર ડ્રેસ, કાળો અને હાથીદાંતનો સ્ટ્રૅપલેસ વેલ્વેટ ગાઉન જે ખાનગી ફંક્શનમાં પહેર્યો હતો.

