એ શાદીમાં દુલ્હા-દુલ્હન બન્ને લેખક છે
નૈલા શમા
કેટલાંક વર્ષ પહેલાં સૌરાષ્ટ્રની એક નવવધૂએ પિતા પાસે દહેજમાં પુસ્તકો માગ્યાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ મશહૂર થયો હતો. હવે પાકિસ્તાનની દુલ્હને સાસરિયાં પાસે ‘હક મહેર’ તરીકે સ્થાનિક ચલણના ૧ લાખ રૂપિયા (ભારતીય ચલણમાં ૪૬,૦૦૦ રૂપિયા)નાં પુસ્તકો માગ્યાની ઘટનાની તમામ પ્રસાર માધ્યમોમાં ઘણી ચર્ચા છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મરદાન શહેરની રહેવાસી નૈલા શમાને રોકડ કે ઝવેરાત માગવાને બદલે પુસ્તકો માગ્યાં હતાં. એ શાદીમાં દુલ્હા-દુલ્હન બન્ને લેખક છે.
નૈલાએ બહુ સરસ કહ્યું છે. તે કહે છે, ‘હું લેખિકા છું અને જો હું જ પુસ્તકો પ્રત્યેનું વળગણ નહીં બતાવું તો સામાન્ય જનતા પાસેથી એવી અપેક્ષા કેવી રીતે રાખી શકું? પુસ્તકોનું ખરું મૂલ્ય વ્યક્ત કરવાનો મારો હેતુ છે અને એટલે જ મેં ‘હક મહેર’ તરીકે પુસ્તકો માગ્યાં છે.’

