ફિનલૅન્ડના ફોટોગ્રાફર જે. પી. મેટ્સાવૈનિઓએ સોશ્યલ મીડિયા પર મિલ્કી વે પૅનોરૅમા (આકાશગંગાની ચિત્રાવલી) મૂકી છે
આકાશગંગાની ઝલક
ફિનલૅન્ડના ફોટોગ્રાફર જે. પી. મેટ્સાવૈનિઓએ સોશ્યલ મીડિયા પર મિલ્કી વે પૅનોરૅમા (આકાશગંગાની ચિત્રાવલી) મૂકી છે, જે તૈયાર કરવામાં આવેલી ફોટોગ્રાફી પાછળ તેણે ૧૨ વર્ષ અને ૧૨૫૦ કલાક સમર્પિત કર્યા હતા.
પિટાપિક્સેલ રિપોર્ટ મુજબ મેટ્સાવૈનિઓએ ૨૦૦૯માં ઍસ્ટ્રોનૉમી ઍક્સેસરીઝ અને હાઈ એન્ડ કૅમેરા ઉપકરણની મદદથી મિલ્કી વે પૅનોરૅમાની ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી. ૧૨ વર્ષમાં તેણે સંપૂર્ણ પૅનોરૅમા કૅમેરામાં ઝીલવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું, જેમાં લગભગ એક લાખ પિક્સેલ અને ૨૩૪ જેટલી વ્યક્તિગત મોઝેઇક પૅનલને સાથે જોડવામાં આવી હતી. મેટ્સાવૈનિઓએ સંપૂર્ણ ગૅલૅક્સીને કૅમેરામાં ઝીલવા સાથે એમાંના બે કરોડ તારા પણ ઝીલ્યા હતા.
ADVERTISEMENT
પૂર્ણ રેઝોલ્યુશન સાથેનું આ આખું ચિત્ર તેના બ્લૉગમાં ઉપલબ્ધ છે, જેમાં તેણે મોઝેઇક માટે આટલો સમય શા માટે લાગ્યો એ પણ સમજાવ્યું છે. સંપૂર્ણ મોઝેઇક વર્ક ફોટોશૉપમાં તૈયાર કરાયું છે. પેટાપિક્સેલે જણાવ્યા અનુસાર આ ફોટો આકાશમાં ૧૨૫ ડિગ્રી સુધી વિસ્તરેલો હોવાથી એમાં બે કરોડ તારા જોઈ શકાય છે.

