વિજ્ઞાનીઓને આશા છે કે માણસો માટે ૨૦૩૦ની સાલ સુધીમાં આ દવા ઉપલબ્ધ થઈ જશે.
નવા દાંત ઉગાડતી દવા
વિજ્ઞાનીઓએ વધુ એક મેડિકલ મિરૅકલ કરી બતાવ્યો છે. જપાનની ક્યોટો યુનિવર્સિટી હૉસ્પિટલના નિષ્ણાતોએ નવા દાંત ઉગાડતી દવા બનાવી છે. ૨૦૨૫માં માનવીઓ પર આ દવાનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવશે. ૩૦થી ૬૫ વર્ષના ૩૦ પુરુષ દરદીઓ પર દવાનું પરીક્ષણ કરવામાં આવશે. અત્યાર સુધી પ્રાણીઓ પર દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વિજ્ઞાનીઓને સફળતા મળી છે. જપાની વિજ્ઞાનીઓેએ જુદા-જુદા પ્રકારના ઉંદર પર દવાનું પરીક્ષણ કર્યું હતું, જેમાં આ ઉંદરોના મોઢામાં કોઈ પણ સાઇડ-ઇફેક્ટ વિના નવા દાંત ઊગી નીકળ્યા હતા. વિજ્ઞાનીઓને આશા છે કે માણસો માટે ૨૦૩૦ની સાલ સુધીમાં આ દવા ઉપલબ્ધ થઈ જશે.

