Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં હવે હૉસ્પિટલ, બૅન્ક, નાઇટક્લબ અને મેટ્રો-સ્ટેશનમાં પણ મૅરેજ-રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું

ચીનમાં હવે હૉસ્પિટલ, બૅન્ક, નાઇટક્લબ અને મેટ્રો-સ્ટેશનમાં પણ મૅરેજ-રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું

Published : 01 September, 2026 11:39 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં ઘટતા લગ્નદર વચ્ચે સરકાર યુવાનોને લગ્ન માટે પ્રોત્સાહિત કરી રહી છે. હવે લગ્નની નોંધણી સરળ બનાવવા બૅન્ક, ઍરપોર્ટ, હૉસ્પિટલ, મંદિર, મેટ્રો સ્ટેશન અને નાઇટક્લબમાં પણ મૅરેજ-રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે.

ચીનમાં હવે હૉસ્પિટલ, બૅન્ક, નાઇટક્લબ અને મેટ્રો-સ્ટેશનમાં પણ મૅરેજ-રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું

ચીનમાં હવે હૉસ્પિટલ, બૅન્ક, નાઇટક્લબ અને મેટ્રો-સ્ટેશનમાં પણ મૅરેજ-રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું


લગ્ન કરવા માટે ભારતમાં મંદિરમાં જવું પડે અને પછી એની નોંધણી માટે ફૅમિલી કોર્ટમાં. જોકે ચીનમાં હવે એવી કોઈ જરૂર નથી રહી. ચીનમાં લગ્ન કરનારા યુવાનોની સંખ્યા ઘટી રહી હોવાથી સરકાર યુવાનોને લગ્ન કરવા પ્રોત્સાહન આપવા માટે લગ્નની નોંધણીની પ્રક્રિયા ખૂબ સરળ અને ઈઝીલી અવેલેબલ બનાવવા માગે છે. આ જ કારણોસર મૅરેજ-રજિસ્ટ્રેશનની ફૅસિલિટી ચીનમાં બૅન્ક, ઍરપોર્ટ, હૉસ્પિટલ, મંદિર, મેટ્રો સ્ટેશન અને નાઇટક્લબમાં પણ શરૂ કરવામાં આવી છે. ટિયાનજિનમાં એક બૅન્ક મૅરેજ-રજિસ્ટ્રેશન સર્વિસ આપતી પહેલી બૅન્ક બની છે. ગ્વાંગઝુ ઍરપોર્ટ પર જાન્યુઆરી મહિનાથી લગ્નો નોંધાય છે. શાંઘાઈમાં તો નાઇટક્લબ, મેટ્રો-સ્ટેશન અને હૉસ્પટલમાં પણ લગ્નો થાય છે. ટૂંકમાં ચીનમાં સરકારી ઑફિસની બહાર ૫૦૦થી વધુ મૅરેજ-રજિસ્ટ્રેશન સેન્ટર ખૂલી ગયાં છે.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 11:39 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK