Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બકરાની કુરબાની આપવા હથિયાર ઉઠાવ્યું અને હાર્ટ-અટૅકથી મોત થયું

બકરાની કુરબાની આપવા હથિયાર ઉઠાવ્યું અને હાર્ટ-અટૅકથી મોત થયું

Published : 30 May, 2026 02:14 PM | IST | Gopalganj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હથિયાર સાથે જ તેઓ ફસડાઈ પડ્યા અને થોડી જ ક્ષણોમાં તેમના શ્વાસ બંધ થઈ ગયા

હૉસ્પિટલમાં ડૉક્ટરે તેમના શરીરને તપાસ્યું હતું

અજબ ગજબ

હૉસ્પિટલમાં ડૉક્ટરે તેમના શરીરને તપાસ્યું હતું


બિહારના ગોપાલગંજ જિલ્લાના મીરઅલીપુર ગામમાં બકરી ઈદ પર એક વિચિત્ર ઘટના ઘટી. અહીં ૫૦ વર્ષના રબજાન મિયાંનું અચાનક મૃત્યુ થયું હતું. ફેસ્ટિવલ નિમિત્તે ઘરમાં ખૂબ ચહલપહલ હતી અને રબજાન મિયાંએ પોતે જ કુરબાની આપશે એવું નક્કી કર્યું હતું. બકરો તૈયાર હતો અને બધું જ પ્લાન મુજબ થઈ રહ્યું હતું, પરંતુ જેવી તેમણે કુરબાની લેવા માટે ધારદાર હથિયાર ઉઠાવ્યું કે તેમને છાતીમાં સણસણતો દુખાવો ઉપડ્યો. હથિયાર સાથે જ તેઓ ફસડાઈ પડ્યા અને થોડી જ ક્ષણોમાં તેમના શ્વાસ બંધ થઈ ગયા. હૉસ્પિટલમાં ડૉક્ટરે તેમના શરીરને તપાસીને કહ્યું કે કદાચ તેમને સિવિયર હાર્ટ-અટૅક આવતાં હૃદય અચાનક જ બંધ પડી ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 02:14 PM IST | Gopalganj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK