૩ વર્ષના એક દીકરાએ સૂઝબૂઝ ધરાવીને તેની મમ્મીને ૧૧,૦૦૦ વૉલ્ટના તારથી દાઝતાં બચાવી લીધી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બિહારના કિશનગંજમાં ૩ વર્ષના એક દીકરાએ સૂઝબૂઝ ધરાવીને તેની મમ્મીને ૧૧,૦૦૦ વૉલ્ટના તારથી દાઝતાં બચાવી લીધી હતી. તેની મમ્મી રોડ પર એક જગ્યાએ ઊભી હતી અને દીકરો થોડેક દૂર રમતો હતો. દીકરાએ અચાનક જ તેની મમ્મીનો હાથ ખેંચીને તેને દૂર ખેંચવાનો પ્રયત્ન કર્યો અને મમ્મી પણ દીકરાના જોશથી ખસીને તેની પાસે આવી. મમ્મી પહેલાં જ્યાં ઊભી હતી એ જગ્યા પર બીજી જ પળે ઉપરથી ૧૧,૦૦૦ વૉલ્ટનો તાર તૂટીને નીચે પડે છે. આ ઘટનાનો વિડિયો CCTV કૅમેરામાં કેદ થઈ ગયો હતો.
