Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાડી પહેરીને એક મા ખુલ્લા પગે મૅરથૉન દોડી જેથી ઇનામની રકમમાંથી દીકરીની ફી ભરી શકાય

સાડી પહેરીને એક મા ખુલ્લા પગે મૅરથૉન દોડી જેથી ઇનામની રકમમાંથી દીકરીની ફી ભરી શકાય

Published : 01 September, 2026 11:56 AM | IST | Beed
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના બીડમાં ૪૭ વર્ષની રમાબાઈ રણવીરે દીકરીની સ્કૂલ ફી ભરવા માટે મૅરથૉનમાં ભાગ લીધો. ખુલ્લા પગે સાડીમાં દોડેલી રમાબાઈએ સ્પર્ધા જીતીને ૩૦૦૦ રૂપિયાનું ઇનામ પણ મેળવ્યું.

સાડી પહેરીને એક મા ખુલ્લા પગે મૅરથૉન દોડી જેથી ઇનામની રકમમાંથી દીકરીની ફી ભરી શકાય

સાડી પહેરીને એક મા ખુલ્લા પગે મૅરથૉન દોડી જેથી ઇનામની રકમમાંથી દીકરીની ફી ભરી શકાય


મા પોતાનાં સંતાનો માટે કંઈ પણ કરી શકે છે એ વાત ફરી એક વાર મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈ ગામમાં જોવા મળી. અહીં ૪૭ વર્ષની રમાબાઈ રણવીર નામની એક મહિલાએ પોતાની દીકરીની સ્કૂલની ફી ભરી શકાય એ માટે મૅરથૉનમાં ભાગ લીધો. તેણે માત્ર ભાગ જ લીધો એવું નથી, તે દોડ જીતી પણ ખરી. 
રમાબાઈ અન્ય સ્પર્ધકો વચ્ચે અલગ તરી આવતી હતી કેમ કે બાકી બધા લોકો સ્પોર્ટ્સ શૂઝ અને ટ્રૅક સૂટ પહેરીને દોડી રહ્યા હતા. રમાબાઈ ખુલ્લા પગે સાડી પહેરીને દોડમાં ઊતરી હતી. 
રમાબાઈએ ખોલેશ્વર એજ્યુકેશન કૉમ્પ્લેક્સના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાયેલી અમૃત દોડમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા જીતનારને ૩૦૦૦ રૂપિયાનું ઇનામ હતું અને એ રમાબાઈ જીતી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે આ સ્પર્ધા માટે શું તૈયારી કરેલી ત્યારે તેણે ભોળા ભાવે કહ્યું, મારે દીકરીની ફીઝ માટે પૈસા જોઈતા હતા એટલે બીજું કંઈ જ વિચાર્યા વિના માત્ર દોડવા પર જ મારું ધ્યાન હતું. 


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 11:56 AM IST | Beed | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK