Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્રિટનના સ્ટોન-સર્કલનું રહસ્ય છતું થશે

બ્રિટનના સ્ટોન-સર્કલનું રહસ્ય છતું થશે

Published : 12 January, 2023 12:28 PM | Modified : 12 January, 2023 12:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક પથ્થરોનું વજન ૪૦ ટન કરતાં વધારે છે, તો ૧૨થી ૧૮ ફુટ ઊંચા છે.

બ્રિટનના સ્ટોન-સર્કલનું રહસ્ય છતું થશે

Offbeat News

બ્રિટનના સ્ટોન-સર્કલનું રહસ્ય છતું થશે


બ્રિટનના ૫૦૦૦ વર્ષ જૂના પથ્થર વર્તુળ તરીકે જાણીતા વિસ્તારનું રહસ્ય છતું થશે. ધ એવબરી હૅન્ગ નામનું આ સ્થળ ઈસવીસન પૂર્વે ૨૮૫૦થી ૨૨૦૦ વર્ષ પહેલાંના ૧૦૦ વિશાળ ખડકોથી બનાવવામાં આવ્યું છે. કેટલાક પથ્થરોનું વજન ૪૦ ટન કરતાં વધારે છે, તો ૧૨થી ૧૮ ફુટ ઊંચા છે. આધુનિક ટેક્નિક વગર એને કેવી રીતે ખસેડ્યા હશે એવો પ્રશ્ન પણ ઘણાને થાય છે.


આ પણ વાંચો : હાયલા! છોકરા-છોકરીઓ પેન્ટ વગર જ ચઢ્યા ટ્રેનમાં, ભૂલવાની બિમારી કે પછી બીજું કંઈ?



ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદોના મતે આ પથ્થરનો ઉપયોગ મૂર્તિપૂજા માટે થતો હતો. યુનિવર્સિટી ઑફ યાર્કના આર્કિયોલૉજી વિભાગના ડૉ. કોલિન મૉર્ગન ટૂંક સમયમાં આ કોયડાનો જવાબ આપશે. તેમણે આ વિશે ઘણું સંશોધન કર્યું છે, જેમાં એ સમયના લોકોએ કઈ રીતે આવાં વિશાળ સ્મારક બનાવ્યા હતાં એ જાણ્યું. આ સ્મારક જોવા આ‍વતા લોકોને આ સ્મારક વિશે સવિસ્તર માહિતી આપવામાં આવશે. દર વર્ષે અહીં ૮ લાખ જેટલા પ્રવાસી આવે છે. ખરેખર આ સ્મારકનો હેતુ અજ્ઞાત છે. એવું પણ માનવામાં આવે છે કે આ વિસ્તારનો ઉપયોગ દફનસ્થળ તરીકે કરવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2023 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK