વાસ્તવમાં એક મહિલા અને તેની પૌત્રી બૅન્ગલોરથી મૈસૂર બસમાં ટ્રાવેલ કરી રહ્યાં હતાં
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કર્ણાટકમાં બસમાં મુસાફરી કરતા ચાર પોપટ પાસેથી કન્ડક્ટરે ૪૪૪ રૂપિયા વસૂલ્યા હતા. વાસ્તવમાં એક મહિલા અને તેની પૌત્રી બૅન્ગલોરથી મૈસૂર બસમાં ટ્રાવેલ કરી રહ્યાં હતાં. તેમને મુસાફરી માટે ટિકિટ લેવાની જરૂર નહોતી, કારણ કે કર્ણાટક સરકારની શક્તિ યોજના હેઠળ તેઓ ફ્રીમાં બસની મુસાફરી કરી શકે છે. જોકે તેમની સાથે પાંજરામાં ચાર પોપટ પણ મુસાફરી કરી રહ્યા હતા અને કન્ડક્ટરે એક પોપટની ટિકિટના ૧૧૧ રૂપિયા મળી કુલ ૪૪૪ રૂપિયા લીધા હતા. આ ટિકિટનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. કર્ણાટકમાં નૉન-એસી બસમાં પેટ્સને લાવવાની પરવાનગી છે, પણ પ્રીમિયમ સર્વિસમાં પેટ ડૉગની ઍડલ્ટ કરતાં અડધી ટિકિટ અને પપીઝ, રૅબિટ્સ, બર્ડ્સ અને કૅટ્સ માટે બાળકથી અડધી ટિકિટ લેવાનું ફરજિયાત છે.

