કેન્યાનાં થેરેસા ન્યારાકાજુમ્બા નામનાં વૃદ્ધા ૧૨૩ વર્ષનાં છે અને આટલાં વર્ષ પછી પણ કોઈ મરદમૂછાળો મળે એની રાહ જોઈ રહ્યાં છે.
કેન્યાનાં થેરેસા ન્યારાકાજુમ્બા નામનાં વૃદ્ધા ૧૨૩ વર્ષનાં છે
આશા અમર છે એવું કહેવાય છે, પણ ક્યાં સુધી એનો જવાબ શોધવાનું અઘરું થઈ પડે છે. કેન્યાનાં થેરેસા ન્યારાકાજુમ્બા નામનાં વૃદ્ધા ૧૨૩ વર્ષનાં છે અને આટલાં વર્ષ પછી પણ કોઈ મરદમૂછાળો મળે એની રાહ જોઈ રહ્યાં છે. પોતે આજે પણ કુંવારાં હોવાનો દાવો કરનારાં થેરેસા કહે છે કે પોતે યુવાન હતાં ત્યારે ઘણા પુરુષોને મેં પાસે આવવા નહોતા દીધા, કારણ કે એ સમયે કોઈ સ્ત્રી પુરુષ સાથે દેખાઈ જાય તો મહાપાપ ગણાતું હતું. એ સમયે મહિલાઓને પરવાનગી મળે ત્યાર પછી જ પુરુષોને મળી શકાતું અને પસંદ કરી શકાતું હતું. થેરેસાએ કહ્યું કે તેમના પરિવારે ક્યારેય આવી મંજૂરી આપી જ નહીં. પછી તેમને જ્યારે લગ્ન કરવાની ઇચ્છા થઈ ત્યારે ઉંમર વધી ગઈ હતી અને પુરુષોને આકર્ષી શકે એવાં યુવાન નહોતાં અને એટલે પોતે ૧૨૩ વર્ષે પણ કુંવારાં છે. સાવ એકાકી જીવન વિતાવતાં હોવાથી તેઓ કંટાળી ગયાં છે એટલે કોઈ સાથીની જરૂર છે એવું તેઓ માને છે.

