ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૦૩ જાન્યુઆરીએ રાજસ્થાનના જોધપુરમાં શ્રી શ્રી ૧૦૦૮ શ્રી બ્રહ્માલિન આયસ જી શ્રી યોગી કૈલાશનાથજી મહારાજના ભંડારા મહોત્સવ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે એક જ ધર્મ છે અને તે છે સનાતન ધર્મ. સીએમ યોગીએ કહ્યું, કે "ફક્ત એક જ ધર્મ છે અને તે સનાતન ધર્મ છે જેણે દરેક દેશમાં, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં તેનું જોમ જાળવી રાખ્યું છે... સનાતન ધર્મ દરેક પ્રકારના સંજોગોનો સામનો કરીને તેની યાત્રા ચાલુ રાખે છે."