ભારતીય ચૂંટણીના `નકારાત્મક` કવરેજ પર પશ્ચિમી મીડિયાની ટીકા કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે જે દેશોએ `ચૂંટણીના પરિણામો નક્કી કરવા માટે કોર્ટમાં જવું પડે છે` તેઓ ચૂંટણી યોજવા અંગે `જ્ઞાન` આપી રહ્યા છે. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોને લાગે છે કે તેઓએ છેલ્લા 200 વર્ષથી વિશ્વને પ્રભાવિત કર્યું છે, તેથી તેઓ તેમની જૂની આદતોને આટલી સરળતાથી છોડી શકતા નથી. વિદેશ મંત્રીએ 14 મેના રોજ કોલકાતામાં તેમના પુસ્તક `વાય ભારત મેટર્સ`ના બાંગ્લા સંસ્કરણના વિમોચન બાદ કહ્યું.














