પીએમ મોદીએ લક્ષદ્વીપથી પોતાના અનુભવો શેર કર્યા અને ટાપુઓના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માન્યો. પીએમ મોદી સ્નોર્કલિંગ, સફેદ રેતી પર ચાલતા અને વર્જિન બીચ પર આરામ કરતા ફોટા વાયરલ થયા છે. લક્ષદ્વીપમાં પીએમ મોદી રમણીય સ્થળની સુંદરતાનો આનંદ માણતા ઝડપાયા બાદ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીની પોસ્ટે ગૂગલ સર્ચમાં ભારે વધારો કર્યો છે. ૫ જાન્યુઆરીના રોજ, `નરેન્દ્ર મોદી` અને `લક્ષદ્વીપ` ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ૧૦મા શબ્દો હતા. મલયાલમ અને સંસ્કૃતમાં લક્ષદ્વીપ નામનો અર્થ થાય છે ‘સો હજાર ટાપુઓ’. તે ભારતનું સૌથી નાનું કેન્દ્ર સાશીત પ્રદેશ છે. લક્ષદ્વીપ એક દ્વીપસમૂહ છે જેમાં ૩૨ ચોરસ કિમી વિસ્તાર સાથે ૩૬ ટાપુઓ છે. તેમાં ૧૨ એટોલ્સ, ત્રણ ખડકો, પાંચ ડૂબી ગયેલા કાંઠા અને દસ વસવાટવાળા ટાપુઓનો સમાવેશ થાય છે.