વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વાઇલ્ડ લાઇફ સફારીની મુલાકાત લીધી હતી અને તેના વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચામરાજનગરના બાંદીપુર ટાઈગર રિઝર્વની જ નહીં પણ એલિફન્ટ વ્હીસ્પરર્સના હાથીઓને મળવા માટે તમિલનાડુના મુદુમલાઈમાં થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લીધી હતી. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં હાથ અજમાવતા, તેમણે પોતાની સફર દરમિયાન કેટલીક તસવીરો ક્લિક કરતા પણ જોવા મળ્યા હતા.














