મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP) માં મંગળવારે લડાઈને કારણે વધુ એક આફ્રિકન ચિત્તાનું મૃત્યુ થયું હતું, વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચાર મહિનામાં સાતમી વખત ચિત્તાનું મૃત્યુ થવાની આ ઘટના નોંધાઈ છે. નર ચિત્તા તેજસને આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાથી શિયોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યો હતો. નામીબિયન ચિત્તા `જ્વાલા` અને જન્મેલા ત્રણ બચ્ચા સહિત સાત ચિત્તાનું માર્ચ મહિનાથી KNP ખાતે મૃત્યુ થયું છે.














