કર્ણાટક ચૂંટણી બાદ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે `ઓપરેશન વિપક્ષ` તેજ કરી દીધું છે. મુખ્યપ્રધાન નીતિશ કુમાર (CM Nitish Kumar) અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) મુંબઈમાં મળ્યા હતા. લોકસભા ચૂંટણી 2024ની વાત કરીએ તો સીએમ નીતિશ (CM નીતિશ કુમાર) વિપક્ષી એકતાના મિશનમાં લાગેલા છે. નીતિશ કુમાર વિપક્ષી એકતાનો સંદેશ લઈને મુંબઈ પહોંચ્યા છે.














