Gaganyaan Mission: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને 21 ઑક્ટોબરે ગગનયાન મિશન પરીક્ષણ માટે સફળતાપૂર્વક પરીક્ષણ ફ્લાઇટ શરૂ કરી હતી. ક્રૂ એસ્કેપ સિસ્ટમના પ્રદર્શનને દર્શાવવા માટે ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન હાથ ધરવામાં આવે છે. તે રોકેટ પ્રક્ષેપણ બાદ બંગાળની ખાડીમાં સુરક્ષિત ઉતરાણનું પણ પરીક્ષણ કરશે.














