નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 25 જૂને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. CNN સાથેની મુલાકાતમાં, બરાક ઓબામાએ કહ્યું કે ભારતે તેના લઘુમતીઓનું રક્ષણ કરવું જ જોઈએ, નહીં તો તે `અલગ થઈ જશે. જોકે, મેં પીએમ મોદી સાથે વાતચીત કરી હતી, જેમને હું સારી રીતે જાણું છું, માટે મારી એક એવી પણ દલીલ છે કે જો તમે ભારતમાં વંશીય લઘુમતીઓના અધિકારોનું રક્ષણ નહીં કરો, તો એવી પ્રબળ સંભાવના છે કે ભારત કોઈક સમયે અલગ થવાનું શરૂ કરે. અમે જોયું છે કે જ્યારે આ પ્રકારના મોટા આંતરિક સંઘર્ષો થયા ત્યારે શું થાય છે,” આવું ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સીએનએન સાથેની મુલાકાતમાં કહ્યું હતું. ઓબામાની આ ટિપ્પણી પર નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આકરો જવાબ આપ્યો હતો.