ચક્રવાત મિચોંગના કારણે ભારે વરસાદને કારણે ચેન્નાઈ શહેરમાં મોટા પાયે જળબંબાકાર સર્જાયો હતો. ભારે વરસાદને કારણે ચેન્નાઈના પલ્લીકરનાઈ વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ વિસ્તારમાં રહેતા લોકોને નાવડી અને બોટનો ઉપયોગ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. ચેન્નાઈમાં જનજીવનને ભારે અસર થઈ હતી કારણ કે શહેરના અનેક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. `ચક્રવાત મિચોંગ`ને કારણે ભારે વરસાદ પડવાથી ચેન્નાઈમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પશુધન અને રખડતા પ્રાણીઓ પણ વિસ્થાપિત થયા હતા. રસ્તાઓ પર પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે પરિવારોને સલામત રહેવાના રસ્તાઓ શોધવાની ફરજ પડી હતી.














