આસામના ઉમરાંસો વિસ્તારમાં 3 કિલો કોલસા ખાણમાં ફસાયેલા કામદારોને બચાવવાના પ્રયાસો ચાલુ છે, ત્યારે તાજેતરમાં બીજો મૃતદેહ મળી આવ્યો છે. અગાઉ ૮ જાન્યુઆરીના રોજ, બચાવ ટીમોએ ખાણમાંથી પહેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેની ઓળખ ગંગા બહાદુર શ્રેથ તરીકે થઈ હતી. છ જાન્યુઆરીના રોજ દુ:ખદ પૂરની ઘટના બાદ કોલસા ખાણમાં ઓછામાં ઓછા ૯ કામદારો ફસાયા હતા. ભારતીય સેના, SDRF, NDRF અને આસામ રાઇફલ્સ દ્વારા શરૂ કરાયેલ સંયુક્ત કામગીરીમાં ટૂંક સમયમાં ભારતીય નૌકાદળ જોડાયું. બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે ટીમો દ્વારા ઉચ્ચ ક્ષમતાવાળા પંપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાણમાં પાણીનું સ્તર ઝડપથી ઘટ્યા બાદ ૧૧ જાન્યુઆરીના રોજ બીજો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. રાતોરાત પાંચ પંપ કામ કર્યા પછી ખાણમાં પાણીનું સ્તર છ મીટર ઘટ્યું હોવાનું NDRF ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું.
NDRFના ટીમ કમાન્ડર, ઇન્સ્પેક્ટર રોશન કુમાર સિંહે જણાવ્યું હતું કે, અમે દરરોજ સવારે પાણીનું સ્તર તપાસીએ છીએ. અને જ્યારે અમે તે કરી રહ્યા હતા, ત્યારે અમે એક મૃતદેહ તરતો જોયો. તેથી અમે તેને સવારે 7:30 વાગ્યે બહાર કાઢ્યો. પાણીનું સ્તર છ મીટર ઘટ્યું છે. રાતોરાત પાંચ પંપ કામ કરી રહ્યા હતા. આ ઓપરેશન ૨૪ કલાક ચાલુ છે.