લૉરેન્સ બિશ્નોઈ
Updated
1 month 4 weeks 2 days 7 hours 47 minutes ago
01:30 PM
News Live Updates: જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, ૧૫ ઘાયલ, અકસ્માતમાં બે કર્મચારીઓના મોત
મધ્યપ્રદેશના જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે જેમાં ૧૫ લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ખમરિયાના ફીલિંગ સેક્શન-6માં થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ બાદ તમામ ઘાયલોને મહાકોશલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
Updated
1 month 4 weeks 2 days 9 hours 2 minutes ago
12:15 PM
News Live Updates: પીએમ મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થયા
BRICS સંમેલન આજથી એટલે કે મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. રશિયાની અધ્યક્ષતામાં બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાન શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. સંમેલન દરમિયાન પીએમ મોદી અન્ય ઘણા દેશોના નેતાઓ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.
Updated
1 month 4 weeks 2 days 9 hours 47 minutes ago
11:30 AM
News Live Updates: દિવાળી પહેલાં દિવાળીની રોનક જામી છે
તસવીર : આશિષ રાજે
કંદીલ-ગલીમાં માહિમમાં સિટીલાઇટ સિનેમા નજીક આવેલી કંદીલ ગલીમાં દિવાળી પહેલાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. છેલ્લાં પચાસ વર્ષથી આ ગલીમાં કંદીલ વેચવામાં આવે છે અને રોજ હજારો લોકો અહીં ખરીદી કરવા આવતા હોય છે. જોકે હવે અહીં માત્ર કંદીલ નહીં, દિવાળીના ડેકોરેશનની તમામ આઇટમો મળે છે.
Updated
2 months 17 minutes ago
11:00 AM
News Live Updates: જમ્મુ-કાશ્મીર માટે બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર પહેલો ક્રિકેટર બન્યો યુવા બૅટર અબ્દુલ સમદ
ઓડિશા સામેની રણજી ટ્રોફીની મૅચમાં યુવા બૅટર અબ્દુલ સમદે જમ્મુ-કાશ્મીર માટે પહેલી ઇનિંગ્સમાં ૧૨૭ અને બીજી ઇનિંગ્સમાં અણનમ ૧૦૮ રન ફટકારીને ઇતિહાસ રચ્યો છે. બાવીસ વર્ષનો સમદ આ ટુર્નામેન્ટમાં જમ્મુ-કાશ્મીર માટે બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર પહેલો ક્રિકેટર બની ગયો છે. તેની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી આ ટીમે ચોથા દિવસે ઓડિશાને જીતવા માટે ૨૬૯ રનનો ટાર્ગેટ આપ્યો છે.