પ્રેસ કોન્ફરન્સને સંબોધતા શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે કહ્યું કે આજકાલ `પ્રધાનમંત્રી દેશના શંકરાચાર્ય બની ગયા છે`. તેમણે વધુમાં કહ્યું, “આજકાલ આપણા પ્રધાનમંત્રી દેશના શંકરાચાર્ય બની ગયા છે... દેશ તેમને મણિપુર પણ જવાનું કહી રહ્યો છે.... જો તમે મણિપુર જશો તો અમને ખુશી થશે.... દેશના પ્રધાનમંત્રીએ પદની સર્વોચ્ચ ગરિમા જાળવી રાખવી જોઈએ.... આ બંને નેતાઓએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે પહેલા ક્યારેય કોઈ ઉચ્ચ પદ પર જોવા મળી નથી, પવાર સાહેબે કહ્યું કે તેમણે અત્યાર સુધી ઘણા ગૃહમંત્રીઓ જોયા છે પરંતુ તેમણે પહેલી વાર ગૃહમંત્રી `તડીપાર` જોયો છે…..બીડમાં કાયદો અને વ્યવસ્થા જુઓ, ત્યાં ખુલ્લેઆમ હત્યાઓ, અપહરણ, બળાત્કાર થઈ રહ્યા છે, ગૃહમંત્રી મણિપુર પર બોલતા નથી પણ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પર બોલે છે, શું આ ગૃહમંત્રીનું કામ છે..”