જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની અણધારી અને ઓચિંતી વિદાયે ન માત્ર સંગીતજગતના લોકોને પરંતુ સમગ્ર વિશ્વને શોકમાં ગરકાવ કર્યા. તબલા પર જેની આંગળીઓ ફરતાં જ સૂરનું વિશ્વ રચાઇ જતું, એવા ઝાકિર હુસૈન સાહેબ હવે સદેહે આપણી વચ્ચે નથી. પણ ચોક્કસ તેમની સાથેની યાદગીરીઓ અને સૂર આપણને સંભળાતા રહેશે. મૂળ હિંમતનગર નજીકનાં બામણા ગામના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનું અણમોલ રતન કહી શકાય એવો વિશ્વનો યંગેસ્ટ તબલાવાદક તૃપ્તરાજ પંડ્યા ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબને પોતાની ઇન્સ્પિરેશન માને છે. અનેકવાર તેઓની સાથે તેને મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબના નિધનના સમાચાર સાંભળતાં જ તે દુખી થઈ ગયો. તેના પિતા અતુલભાઈ પંડ્યા કહે છે કે, "ગઈકાલે સાંજે તો એ ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબનો ફોટો લઈને તબલાં પાસે બેસી રહ્યો હતો." અત્યંત દુખી મન સાથે એણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ઉસ્તાદજી સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં છે. અત્યારે તૃપ્તરાજ પંડ્યા અઢાર વર્ષનો છે અને પોદાર કૉલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.
16 December, 2024 12:42 IST | Mumbai | Dharmik Parmar