Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈનો સૌથી ઠંડોગાર દિવસ બન્યો રવિવાર

મુંબઈનો સૌથી ઠંડોગાર દિવસ બન્યો રવિવાર

Published : 16 January, 2023 09:07 AM | IST | Mumbai
Dipti Singh | dipti.singh@mid-day.com

શહેરનું લઘુતમ તાપમાન ગગડીને ૧૩.૮ ડિગ્રી થઈ ગયું : આજે તાપમાન ૧૩થી ૧૪ ડિગ્રીની આસપાસ રહેશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રવિવારે શહેરનું લઘુતમ તાપમાન ગગડીને ૧૩.૮ ડિગ્રી થઈ જતાં મુંબઈકરે સીઝનના સૌથી ઠંડાગાર દિવસનો અનુભવ કર્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સાન્તાક્રુઝ ઑબ્ઝર્વેટરીમાં લઘુતમ તાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી નીચું છે, જ્યારે કોલાબા ઑબ્ઝર્વેટરીમાં ટેમ્પરેચર ૧૬.૨ ડિગ્રી નોંધાયું હતું.


જાન્યુઆરીનું મહત્તમ તાપમાન ૩૧.૧ ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાન ૧૭.૩ ડિગ્રી રહ્યું છે. ગયા વર્ષે મુંબઈમાં સૌથી નીચું તાપમાન ૧૩.૨ ડિગ્રી ૧૦ જાન્યુઆરીએ નોંધાયું હતું. મુંબઈના ઇતિહાસમાં હવામાન ખાતાએ ૨૨ જાન્યુઆરી ૧૯૬૨નો સૌથી ઠંડો દિવસ નોંધ્યો હતો, જે દિવસે તાપમાન ૭.૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું.



હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે તાપમાન ૧૩થી ૧૪ ડિગ્રીની આસપાસ રહેશે. આવતા અઠવાડિયે તાપમાન રોજ એક ડિગ્રી જેટલું વધશે. એમ છતાં ૨૧જાન્યુઆરી સુધી એ ૨૦ ડિગ્રી સુધી રહેવાની અપેક્ષા સેવાઈ રહી છે. મુંબઈમાં આઇએમડીના રીજનલ મીટિયોરોજિકલ સેન્ટર (આરએમસી)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આવતા ત્રણથી ચાર દિવસમાં તાપમાનમાં ખાસ ફકર નહીં પડે, પણ પછી ધીમે-ધીમે વધારો થવા માંડશે. હાલના તબક્કે તાપમાન ઘટવાની કોઈ શક્યતા જણાતી નથી, પણ હવામાન પર સઘળો મદાર છે.’


રવિવારે થાણેમાં લઘુતમ તાપમાન ૧૭.૨ ડિગ્રી, દહાણુમાં ૧૩.૧ ડિગ્રી, પુણેમાં ૧૦.૭ ડિગ્રી, જ્યારે નાશિકમાં ૮.૪ ડિગ્રી રહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 09:07 AM IST | Mumbai | Dipti Singh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK