આ દીવો નકારાત્મક ઊર્જાને વરરાજાથી દૂર રાખે છે અને વિવાહની સફળતા માટે ગણેશજીના આશીર્વાદ પ્રદાન કરે છે.
મુકેશ અને નીતા અંબાણી સાથે તેમના મોટા પુત્ર આકાશ અને તેની પત્ની શ્લોકા મહેતા, તેમનાં બે બાળકો, દીકરી ઈશા અંબાણી અને તેનો પતિ આનંદ પિરામલ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યાં હતાં.
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નપ્રસંગે તેનાં મમ્મી નીતા અંબાણી ગઈ કાલે લગ્નસ્થળ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર આવ્યાં ત્યારે તેમના હાથમાં ગણપતિની પ્રતિમા ધરાવતો સોનાનો ખાસ દીવો હતો જેને ગુજરાતીમાં રામણદીવડો કહેવામાં આવે છે. મુકેશ અને નીતા અંબાણી સાથે તેમના મોટા પુત્ર આકાશ અને તેની પત્ની શ્લોકા મહેતા, તેમનાં બે બાળકો, દીકરી ઈશા અંબાણી અને તેનો પતિ આનંદ પિરામલ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યાં હતાં. અંબાણી પરિવાર લગ્નની તમામ વિધિ અને રીતરિવાજનું ખાસ ધ્યાન રાખે છે. મુકેશભાઈ અને નીતાબહેન બન્ને ધર્મ અને પરંપરામાં માને છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નજીવનમાં વૈવાહિક ખુશીઓ કાયમ રહે એ માટે તેઓ તમામ પરંપરાને અનુસરી રહ્યાં છે અને એથી જ નીતાબહેન હાથમાં રામણદીવડો લઈને ગયાં હતાં. રામણ એટલે આપિત્ત અને દીવડો એટલે જલાવવું. આ દીવો શુભ અને સંપન્નતાનું પ્રતીક છે. આ દીવા પર સ્વસ્તિક અને ભગવાન ગણેશની પ્રતિમા અંકિત હોય છે. વરરાજાની મમ્મી હાથમાં રામણદીવડો લઈને પુત્રના વૈવાહિક જીવન માટે મંગળ કામના કરતી હોય છે. આ દીવો નકારાત્મક ઊર્જાને વરરાજાથી દૂર રાખે છે અને વિવાહની સફળતા માટે ગણેશજીના આશીર્વાદ પ્રદાન કરે છે.