૨૪,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણથી નવી મુંબઈમાં પ્લાન્ટ શરૂ કરવામાં આવશે
દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર, એકનાથ શિંદે
મહારાષ્ટ્ર સરકારની કૅબિનેટની બેઠકમાં રાજ્યમાં સેમી-કન્ડક્ટર બનાવવા માટેના મેગા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ૨૪,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણનો આ પ્રોજેક્ટ નવી મુંબઈના તળોજામાં બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. આરઆરઆર ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ કંપનીએ મહારાષ્ટ્ર સરકાર સાથે સેમી-કન્ડક્ટરનું પ્રોડક્શન કરવા માટે કરાર કર્યા છે. આ કંપની આ વર્ષની ૧૬ સપ્ટેમ્બર સુધીમાં તળોજામાં સેમી-કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગની ફૅસિલિટી ૪૦,૦૦૦ ચોરસફીટ જગ્યામાં શરૂ કરશે. એ પછી બીજા તબક્કામાં બે વર્ષની અંદર સેમી-કન્ડક્ટરનું પ્રોડક્શન શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવવાથી મોટા પ્રમાણમાં યુવાઓને રોજગાર મળશે અને મહારાષ્ટ્ર સેમી-કન્ડક્ટરના પ્રોડક્શનનું કૅપિટલ બનવા તરફની શરૂઆત કરશે.