Lok Sabha Elections 2024: સંજય રાઉતે કહ્યું કે બીજેપીનું સ્મશાન બનવા જઈ રહ્યું છે. બીજેપીના અંતિમ સંસ્કાર જો ક્યાંય થવાના હોય તો તે મહારાષ્ટ્રમાં થશે.
સંજય રાઉત અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- સંજય રાઉતે કહ્યું તેમની આત્મા મહારાષ્ટ્રમાં ભાજપના સ્મશાન થયાની જેમ ભટકી રહી છે
- સંજય રાઉતે કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટી એક દંભી પાર્ટી છે"
- મોદીજી એક બળાત્કારી માટે વોટ માંગે છે એમ બોલ્યા સંજય રાઉત
લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024)ના ત્રીજા તબક્કા પહેલા રાજકીય પક્ષો અને નેતાઓના એકબીજા સામેના તીખા અને તમતમતા વાકબાણો સામે આવી રહ્યા છે. હવે શિવસેના (UBT) નેતા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તેમને મહારાષ્ટ્ર સાથે કોઈ જ લેવાદેવા નથી. વળી તેમણે આગળ ઉમેર્યું હતું કે આ જે મોદીની આત્મા ભટકી રહી છે તે બીજેપીનું સ્મશાન બનવા જઈ રહ્યું છે. અને બીજેપીના અંતિમ સંસ્કાર જો ક્યાંય થવાના હોય તો તે મહારાષ્ટ્રમાં થશે.
સંજય રાઉતે આગળ આકરા પ્રહારો કરતાં એમ પણ કહ્યું હતું કે, "આ આત્મા, જે દિલ્હી અને ગુજરાત થઈને મહારાષ્ટ્ર આવે છે, તે વારંવાર મહારાષ્ટ્રમાં કેમ ભટકી રહી છે? તેનું કારણ એ જ છે કે 4 જૂન પછી મહારાષ્ટ્ર ભાજપ માટે સ્મશાન સમાન બનવા જઈ રહ્યું છે. તેથી જ તેની આત્મા ભટકી રહી છે. માટે જ તેમની આત્મા મહારાષ્ટ્રમાં ભાજપના સ્મશાન થયાની જેમ ભટકી રહી છે.”
ADVERTISEMENT
અઘોરી આત્મા જેવો શબ્દ વાપરીને શું કહ્યું સંજય રાઉતે?
Lok Sabha Elections 2024: સંજય રાઉતે કહ્યું હતું કે અમે નક્કી કર્યું છે કે જેઓ મહારાષ્ટ્રના દુશ્મનો છે, જેમણે મહારાષ્ટ્રને તોડવાનું કાવતરું ઘડ્યું છે, તે પછી શરદ પવાર હોય કે ઉદ્ધવ ઠાકરે હોય તેમના પક્ષને તોડવાનો પ્રયાસ કર્યો છે. તેમનો આત્મા મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભટકી ગયો છે. અહીંના ઉદ્યોગપતિઓ અહીંની તમામ મિલકત ઝડપી લેવા માગે છે. આ આત્મા સાથે અમારી લડાઈ છે. આ અઘોરી આત્મા છે”
"અમારી પાસે વડા પ્રધાન પદ માટે એક કરતાં વધુ ચહેરા છે અને લોકશાહી (Lok Sabha Elections 2024)માં આ એકથી એક સારા ઉદાહરણ છે. લોકશાહી દેશમાં વડા પ્રધાન પદ માટે એક ચહેરો નથી, પરંતુ એક કરતાં વધુ અને સારા ચહેરાઓ છે. એમ કહેતા સંજય રાઉતે પીએમ મોદીની આકરી ટીકા કરી હતી.
પ્રજ્વલ રેવન્નાના કેસ પર સંજય રાઉતે શું પ્રતિક્રિયા આપી છે?
Lok Sabha Elections 2024: તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં વીડિયો કાંડના મુદ્દે બોલતા સંજય રાઉતે કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટી એક દંભી પાર્ટી છે, કર્ણાટકમાં એક વ્યક્તિના 2800 વીડિયો વાયરલ થયા છે જે બીજેપીના પરિવારના સભ્ય છે. જુઓ, મોદીજીનો પરિવાર કેટલો મોટો છે?, તેમના પરિવારના સભ્યો 2800 બળાત્કાર કરે છે અને આ માત્ર એક ભટકતી આત્મા જ કરી શકે છે, બીજું કોઈ નહીં.
સંજય રાઉતે આગળ જણાવ્યું હતું કે, "જો આ પ્રકારનું કામ કોઈ કરી શકે છે તો માત્ર ભટકતી વ્યક્તિ જ કરી શકે છે અને મોદીજી તે કરી રહ્યા છે. મોદીજી એક બળાત્કારી માટે વોટ માંગે છે કે જે મહિલાઓ પર અત્યાચાર કરે છે અને મોદીજીને આ વિશે હૃદયમાં કોઈ દુઃખ નથી."