Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > "પત્નીને મોઢું કેમ બતાવું?" ગૅસ સિલેન્ડર ન મળતા શખસે પોતાને કરી દીધો લોહીલુહાણ

"પત્નીને મોઢું કેમ બતાવું?" ગૅસ સિલેન્ડર ન મળતા શખસે પોતાને કરી દીધો લોહીલુહાણ

Published : 16 April, 2026 08:09 PM | IST | Chhatrapati Sambhajinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાલચંદ નેમાને છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ ગૅસ સિલિન્ડર મેળવવા માટે એજન્સીના વારંવાર ચક્કર લગાવી રહ્યા હતા. જોકે, સતત પ્રયાસો છતાં, તેમને ગૅસ સિલિન્ડર ન મળતાં તેઓ ગુસ્સે ભરાયા હતા. "હું મારી પત્નીનો સામનો ઘરે કેવી રીતે કરીશ?"

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સરકાર ગૅસ સિલિન્ડરની કોઈ અછત નથી એવી જોરશોરથી જાહેરાત કરી રહી છે. જોકે, છત્રપતિ સંભાજીનગરમાં એક આઘાતજનક ઘટના બની છે, જ્યાં એક વ્યક્તિએ વારંવાર લાઇનોમાં ઉભા રહેવા છતાં ગૅસ સિલિન્ડર ન મળતાં પોતાનું માથું ફોડી નાખ્યું. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં એક દુઃખદ વાસ્તવિકતા જોવા મળી રહી છે, જ્યાં વારંવાર પ્રયાસો છતાં લોકો ગૅસ સિલિન્ડર મેળવી શકતા નથી.

ઈરાન સાથેના સંઘર્ષે દુનિયામૅ ગૅસ પુરવઠા પર અસર કરી છે. પરિણામે, ગૅસ સિલિન્ડરની અછતને કારણે, લોકોને ગૅસ સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. છત્રપતિ સંભાજીનગર શહેરની સીમમાં વાલુજ વિસ્તારમાં સ્થિત રંજનગાંવ શેપુમાં, ગૅસ સિલિન્ડર ન મળતાં એક વ્યક્તિની નિરાશાની ચરમસીમાએ પહોંચી ગઈ. આ આઘાતજનક ઘટના, જેમાં એક વ્યક્તિએ `કમલ ગૅસ એજન્સી`ની સામે જ પોતાનું માથું ફોડી જખમી થયો હતો. ઘટના બપોરે 1:00 વાગ્યાની આસપાસ બની હોવા અહેવાલ છે. ઘાયલ વ્યક્તિની ઓળખ રંજનગાંવના રહેવાસી 50 વર્ષના બાલચંદ નેમાને તરીકે થઈ છે.



બાલચંદ નેમાને છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ ગૅસ સિલિન્ડર મેળવવા માટે એજન્સીના વારંવાર ચક્કર લગાવી રહ્યા હતા. જોકે, સતત પ્રયાસો છતાં, તેમને ગૅસ સિલિન્ડર ન મળતાં તેઓ ગુસ્સે ભરાયા હતા. "હું મારી પત્નીનો સામનો ઘરે કેવી રીતે કરીશ?" એવું બૂમ પાડતા તેમણે વારંવાર પોતાના મોઢા પર થપ્પડ મારવાનું શરૂ કર્યું, દરમિયાન તેઓ લોહીથી લથપથ હાલતમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ અને ઘાયલ વ્યક્તિને તબીબી સારવાર માટે ઘાટી હૉસ્પિટલમાં દાખલ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો છે અને ગૅસની અછતનો મુદ્દો ફરી એકવાર જાહેર ચર્ચામાં લાવ્યો છે.


જલગાંવના જામનેરમાં `રસ્તા રોકો`: રોડ પર સિલિન્ડરો ફેંકવામાં આવ્યા

જલગાંવ જિલ્લાના જામનેર તાલુકામાં આવેલા શેંદુરની ગામમાં ઘરેલુ ગૅસ સિલિન્ડરની માગણી કરતા નાગરિકો દ્વારા `રસ્તા રોકો` કરી વિરોધ કરવામાં આવ્યો. ગુસ્સે ભરાયેલા ગ્રાહકોએ રસ્તા પર ખાલી ગૅસ સિલિન્ડર મૂકીને પ્રદર્શન કર્યું. ઘરેલુ ગૅસ સિલિન્ડર માટે મહિનાઓ સુધી રાહ જોવાની અને ગૅસ એજન્સીઓમાં વારંવાર જવા છતાં સંતોષકારક જવાબ ન મળવાની ફરિયાદો વધી રહી છે. ગ્રામજનોને સવારે 4-5 વાગ્યાથી સિલિન્ડર માટે કતારોમાં ઉભા રહેવા છતાં, હજી પણ સિલિન્ડર મળ્યા નહીં. પરિણામે, કેટલાક નાગરિકોએ રસ્તા પર ખાલી સિલિન્ડર મૂકીને ટ્રાફિક અવરોધ્યો હતો. આનાથી વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. નાગપુર જિલ્લાના કેટલાક ભાગોમાં, ગૅસ સિલિન્ડર માટે લાઇન જોવા મળી રહી છે. ઘરેલુ સિલિન્ડરની ડોર ટુ ડોર ડિલિવરી ઉપલબ્ધ ન હોવાથી, લોકો વહેલી સવારથી ગૅસ સિલિન્ડર ડેપોની બહાર ઉભા છે. જિલ્લા કલેક્ટર દ્વારા ડોર ટુ ડોર ડિલિવરી માટે જાહેર કરાયેલા નિર્દેશો છતાં, કેટલાક વિસ્તારોમાં વાસ્તવિકતા એ છે કે ગૅસ સિલિન્ડર અપ્રાપ્ય રહે છે. ઓનલાઈન તેમના સ્લૉટ બુક કરાવ્યા પછી પણ, ગ્રાહકોને તેમના સિલિન્ડરની હોમ ડિલિવરી મળી રહી નથી. પરિણામે, લોકોને તેમના ગૅસ સિલિન્ડર મેળવવા માટે કાળઝાળ ગરમીમાં ડેપોની બહાર લાઈનોમૅ ઉભા રહેવાની ફરજ પડી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 08:09 PM IST | Chhatrapati Sambhajinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK