મુંબઈની ESIC હૉસ્પિટલમાં આગ, છ લોકોનાં મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા
અંધેરીમાં આવેલી ESIC કામગાર હૉસ્પિટલમાં સોમવારે અચાનક આગ લાગી ગઈ. જેની ઝપેટમાં આવીને 6 લોકોના મોત થયા જ્યારે 28 લોકો ઘાયલ થયા જેમને નજીકની હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
હૉસ્પિટલમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ. લેવલ-3 ફાયર હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે દરમિયાન મૃત્યુઆંક વધી શકે છે.
હાલ ઘટનાસ્થળ પર 10 ફાયર કર્મચારીઓ, 1 રેસ્ક્યૂ વાન અને 16 એંબ્યુલંસ રેસ્ક્યૂ ઑપરેશનમાં જોડાયેલા છે. હૉસ્પિટલની બારીમાંથી સીડીઓ અને દોરડાંની મદદથી બહાર કાઢવામાં આવ્યા. અત્યાર સુધીમાં 148 લોકોને બચાવવામાં આવ્યા છે.

