PM મોદીની મુંબઈ મુલાકાતના બે દિવસ પહેલા જ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર બીજેપી નેતાઓના મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે.
વડા પ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની મુંબઈ(Mumbai) મુલાકાતના બે દિવસ પહેલાં વડા પ્રધાન, શિવસેના(Shiv Sena)ના સ્થાપક બાલાસાહેબ ઠાકરે, મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(Eknath Shinde)અને તેમના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના મોટા કદના કટઆઉટ શહેરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના નિવાસસ્થાનની બહાર મૂકવામાં આવ્યા છે.
PM મોદીની મુંબઈ મુલાકાતના બે દિવસ પહેલા જ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર બીજેપી નેતાઓના મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત બાળાસાહેબ ઠાકરે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કટઆઉટ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર દેખાયા છે.
ADVERTISEMENT
બીજી બાજુ, ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી કાર્યકરોનું મનોબળ વધશે અને BMC ચૂંટણી માટે ભાજપ અને શિંદેના નેતૃત્વવાળી બાલાસાહેબચી શિવસેના માટે મેદાન તૈયાર કરવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે, BMCનો કાર્યકાળ ગયા વર્ષે માર્ચમાં સમાપ્ત થયો હતો.
આ પણ વાંચો: બીજેપી અને શિંદે જૂથે બીકેસીમાં વડા પ્રધાનની જંગી સભા માટે તૈયારી આરંભી
પીએમ મોદી મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે
મુંબઈ પ્રવાસના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે મેટ્રો લાઈનોનું ઉદ્ઘાટન કરશે, તેમજ વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.