મહારાષ્ટ્ર એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ થિત રીતે 20 લાખ રૂપિયાની માંગણી કરવા બદલ મુંબઈ મોનોરેલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) સામે કેસ નોંધ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
મહારાષ્ટ્ર એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે બિલ મંજૂર કરવા માટે એક મેનેજમેન્ટ કંપનીના માલિક પાસેથી કથિત રીતે 20 લાખ રૂપિયાની માંગણી કરવા બદલ મુંબઈ મોનોરેલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) સામે કેસ નોંધ્યો છે.
એસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ, ફરિયાદીની કંપની હાઉસકીપિંગ, મેઇન્ટેનન્સ અને ગ્રાહક સેવાઓ પૂરી પાડે છે અને જાન્યુઆરી 2019થી ઓગસ્ટ 2020 સુધી કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો, જેના માટે મુંબઈ મોનોરેલને 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદીએ મુંબઈ મોનોરેલને 32 લાખ રૂપિયાની બેંક ગેરંટી તરીકે પણ ચૂકવ્યા હતા. તેથી, ફરિયાદીને ચૂકવવાપાત્ર કુલ રકમ રૂ. 2.82 લાખ હતી.
ADVERTISEMENT
મુંબઈ મોનોરેલના અધિકારીઓ સાથે સતત ફોલો-અપ કર્યા બાદ, ફરિયાદી જાન્યુઆરી 2021માં 2.1 કરોડ અને ત્યારબાદ જૂનમાં 22 લાખ રૂપિયા મેળવવામાં સફળ રહ્યો અને બાકીની 50 લાખની રકમ મેળવવા માટે COO ડૉ. ડી.એલ.એન. મૂર્તિએ ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
ત્યારબાદ ફરિયાદીએ 2 જુલાઈના રોજ વર્લીમાં એસીબી હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો. ACB એ કહ્યું હતું કે “અમે તપાસ શરૂ કરી અને છટકું ગોઠવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થતાં ફરિયાદીએ આપેલા પુરાવાના આધારે અમે લાંચ માગવા બદલ ગુનો નોંધ્યો છે.”