24 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવમાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો. હજારો ભક્તો ભેગા થયા હતા અને ઉત્સવનો આનંદ માણ્યો હતો. આ ફેસ્ટમાં વિદેશી પર્યટકોએ પણ હાજરી આપી હતી અને ભક્તોનો ઉત્સાહ જોઈને દંગ રહી ગયા હતા. ઇરાકના એક પ્રવાસીએ કહ્યું, “અમે ક્યારેય આવી જગ્યાએ ગયા નથી. અનુભવ અમારા માટે અદ્ભુત છે."

















